|
કાયદો અને વ્યવસ્થાની જાળવણી
જૂનાગઢ જિલ્લામાં પોલીસ અધીક્ષકના નિયંત્રણ હેઠળ હાલમાં
૫ - ના.પો.અધિ.શ્રી,
૭ - પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી,
૪૭ - પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી અર્મ્સ અને અનાર્મ્સ સાથેના
૧૨૫૮ - પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની નીચે મુજબ ફરજ બજાવે છે.
- જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.
- જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધાર્મિક તહેવારો તેમ જ મેળા ઉત્સવો સંબંધે અગાઉથી આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધરણા, રેલી, આત્મવિલોપન અને હડતાલ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.\
- મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અંકુશમાં રહે તે માટે ના.રા./વી.વી. સઘન કરવામાં આવેલ છે અને ના.રા./વી.વી. દરમ્યાન હિસ્ટ્રીશીટર એમ.સી.આર.કાર્ડવાળા ઇસમો, સજેશનવાળા ઇસમો, નાસતા ફરતા આરોપીઓ, મંદિર, મસ્જીદ, રેલ્વે સ્ટેશન, એસ.ટી.સ્ટેન્ડ, અવાવરૂ જગ્યાનું ચેકીંગ કરવામાં આવી રહેલ છે તેમજ ભંગારીયા, વાહનોની લે-વેંચ કરતા ઇસમોને પણ ચેક કરવામાં આવે છે. આ ચેકીંગ દરમ્યાન જરૂરત જણાતા અટકાયતી પગલા પણ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે.
- વાહન અકસ્માતોના બનાવો અટકાવવા માટે અવાર,નવાર ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી હેલ્મેટ, શીટબેલ્ટ, સેલફોન, વધુગતી અને એમ.વી.એકટના કેસો કરવામાં આવી રહેલ છે. વાહન ચેકીંગ દરમ્યાન એમ.વી.એકટ-૧૮૫, એમ.વી.એકટ-૨૦૭ ના કેસો પણ કરવામાં આવી રહેલ છે આ અંગે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.
|
|