|
પોલીસ ભરતી
પોલીસ ખાતાના ચાર સ્તરે રિકુ્રટમેન્ટ કરવામાં આવે છે. તે ચાર સ્તરો તેમજ તેમના માટે ઓછામાં ઓછી લાયકાત અને. ભરતી કરનાર સંસ્થાનું નામ નીચે પ્રમાણે છે.
૧
|
આઈ.પી.એસ.
|
યુ.પી.એસ.સી.દ્ધારા
|
સ્નાતક
|
ર
|
જી.પી.એસ.
|
જી.પી.એસ.સી.દ્ધારા
|
સ્નાતક
|
૩
|
પી.એસ.આઈ.
|
જી.પી.એસ.સી.દ્ધારા
|
સ્નાતક
|
૪
|
પોલીસ કોન્સ્ટેબલ
|
ગુજરાત કક્ષાએ
|
એચ.એસ.સી. તથા તેની ઉપર
|
ગુજરાત લેવલે પોલીસ માટેની ભરતી એક કમીટી દ્ધારા કરવામાં આવે છે. ભરતી માટેની જાહેરાત વર્તમાન પત્રમાં આપવામાં આવે છે. અને ભરતી વખતે ઉમેદરવારની શારિરિક તેમજ બૌઘ્ધિક કૌશલયયની કસોટી લેવામાં આવે છે.
પોલીસ કોન્સ્ટેબલનસ ભરતી માટે લાયકાત તથા વિગતોની માહિતી
- લાયકાત - ઓછામાં ઓછા ૧૨ કે તેથી વધુ પાસ હોવા જોઈએ
- વય માર્યાદા - ૧૮ વર્ષ થી વધુ રર વર્ષથી ઓછી (સરકારશ્રીના ઠરાવ પી.સી. આર./૧૧૮પ/રર૭૪/ ગ/ટ તા.૮.૩.૯૬ના અન્વયે ઉપલી વય મર્યાદામાં ૩ વર્ષની છુટછાટ) હોવી જોઈએ.
- શારિરિક લાયકાત - ઉંચાઈ ૧૬ર સે.મી. (અનુ.જન જાતિ માટે ૧પ૭ સે.મી.) ૮ર સેમી ફુલાવીલી (પ સે.મી. છાતી ફુલાવેલી ફરજીયાત છે. દોડ ૧૬૦૦ મીટર ૬ મીનીટમાં ઉંચો કુદકો ૪.પ ફુટ લાંબો કુદકો ઓપ્ટીકલ
- વિશેષ લાયકાત - ટાઈપ , કોમ્પ્યુટર , આઈ.ટી.આઈ., ડ્રાઈવિંગ, ઈલેકટ્રીકલ, સ્પોર્ટસ, સુથારીકામ રંગકામ, કડીયાકામ, લુહરીકામ, સંગીત વાજીત્ર, વગેરે.
મહીલા પોલીસ ભરતી
- ઉમર - ૧૮ વર્ષ થી વધુ ૩૦ વર્ષથી ઓછી ( ૩ વર્ષની છુટછાટ તેમજ અનું જાતિ માટે પ વર્ષ ની છુટાછાટ હોવી જોઈએ.
- વિશેષ લાયકાત - એસ.એસ.સી. પાસ
- શારિરિક લાયકાત - ઉંચાઈ ૧પ૦ સે.મી. (અનુ.જન જાતિ માટે પ સે.મી.) દોડ ૬૦૦ મીટર ૪ મીનીટમાં ઉંચો કુદકો ૩.પ ફુટ લાંબો કુદકો ૧૦.પ ફુટ
ભરતી સબંધી વધુ માહિતી માટે જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી જુનાગઢનો સંર્પક સાધવો.
(ભરતી માટે અગત્યના વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં
પોલીસ ખાતામાં લોકરક્ષકની ભરતી
(૧) શૈક્ષણિક લાયકાત
(૧) ગુજરાત હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવતી હાયર સેકન્ડરી સ્કુલ સર્ટિફીકેટ એકઝામિનેશન (ધોરણ ૧૨) અથવા તેમની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.
(૨) ડિપાર્ટમેન્ટલ ઓફ ઇલેકટ્રોનિક એકેક્રેડીટેશન ઓફ કોમ્પ્યુટર કોર્સીસ (DOEACC) સોસાયટી દ્રારા ચલાવવામાં આવતા કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ (CCC) નુ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇશે.અથવા રાજય સરકરાના સામાન્યર વહીવટ વિભાગ તા.૧૩/૧/૦૫ સરકારી ઠરાવ નંબરઃપરચ / ૧૦૨૦૦૨ / ૬૭૨(૧) ગ-૨ થી નકકી કરેલ સમકક્ષ અભ્યાસક્રમનુ સરકાર માન્ય યુનિવર્સિટી/ પોલીટેકનીક / તાલીમી સંસ્થાજનુ પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઇએ આ પ્રમાણપત્ર ઉમેદવારે આખરી પંસદગી થયેલી સામાન્યઓ વહીવટી વિભાગ ના તા.૩૦/૯/૨૦૦૬ના ઠરાવનં.પરચ/ ૧૦૨૦૦૫/ ૧૫૩૨ /ક.મુજબ અજમાયશી સમય દરમ્યારન મેળવી લેવાનુ રહેશે. હાલમાં આવુ પ્રમાણપત્ર નહી ધરાવનાર ઉમેદવાર પણ અરજી કરી શકશે.
(૩) ગુજરાતી અને હિન્દીમ ભાષાની પુરતી જાણકારી ધરાવતા હોવા જોઇએ.
(૪) પંસદગીમાં અગ્રીમતા મેળવવાને પાત્ર લાયકાતઃ-
(૧) ગુજરાતી (૨૦ શબ્દોળ ) / અંગ્રેજી (૪૦ શબ્દો૫) ટાઇપ (જી.સી.સી.પરીક્ષા પાસ )
(૨) લાઇટ અથવા હેવી મોટર ડ્રાઇવીંગ જાણકારી અને તેનુ લાઇસન્સગ ધરાવનાર.
(૩) સાઇકલીંગ અથવા તરવાનુ જ્ઞાન.
(૪) રાજય સરકાર દ્રારા અથવા અન્યં સ્પોતર્ટસ એસોસીએશન દ્વારા માન્ય્ યોગ સંબધી સ્પ્ર્ધા કે ખેલકુદ માં પ્રથમ ,દ્વિતીય કે તુતીયસ્થાન મેળવેલ હોય.
(૫) રાજય કક્ષાની માન્યવ ખેલકુદમાં ભાગ લીધેલ હોય.
(૬) એન.સી.સી.ના ‘‘સી‘‘ સર્ટીફીકેટની પરીક્ષાપાસ
(૭) પોલીસ બેન્ડમાં વપરાતા કોઇ બેન્ડ‘ ઇન્ટુમેન્ટ વગાડવાનુ જ્ઞાન.
(૮) હોમ ગાર્ડસ અથવા નાગરિક સંરક્ષણમાં (સીવીલ ડીફેન્સે) ત્રણ વર્ષની કામગીરી અને તેનો રીફ્રેશર કોર્સ અને પાયાની તાલીમ લીધેલ હોય.
(૯) ઉંટ/ ઘોડે સવારી કરવાની આવડત
(૨) વય મર્યાદા
(૧) પુરુષ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૨૨ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (૨) મહીલા ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૨૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
(૩) મુળ ગુજરાતના હોય તેવા અનુસુચિત જાતિ ,અનુસુચિત જનજાતિ,સામાજીક શૈક્ષણિક રીતેપછાત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુ પાંચ વર્ષની છુટ છાટ આપવામાં આવશે. અનામત જગ્યાઉઓ ફકત મુળ ગુજરાતના ઉમેદવારો માટે જ અનામત છે.
(૪) માજી સૈનિકો કે જેઓએ કોમ્બેુટન્ટા યુનિટમાં કામ કરેલ હોય તેઓ માટે ઉપલી વયમર્યાદા ૪૫ વર્ષની રહેશે. જયારે નીચે મુજબની લાયકાતો પૈકી કોઇ પણ લાયકાત ધરાવતા નિવૃત લશ્કયરી કર્મચારી માટે ઉપલી વયમર્યાદા ૪૭ વર્ષની રહેશે.
(૧) બોમ્બી અને સ્ફો ટક પદાર્થોના હેન્ડ લીંગ અંગે વિશેષ જ્ઞાન ધરાવતા હોય અથવા
(૨) ઝડપી હથિયારો (રેપીડ ફાયરઆમર્સ )ચલાવવામાં કુશળતા હોય, અથવા
(૩) હથિયારોનુ સમારકામ કરી શકતા હોય અથવા આર્મરર તરીકે સશસ્ત્ર દળોમાં ફરજ બજાવેલ હોય, અથવા
(૪) ભારતના લશ્કમરમાં,ઘોડે સવાર યુનીટમાં ફેરીયર (ઘોડાની નાળ બાંધનાર ),સવાર રીસાલદાર અથવા રીસાલદાર-મેજર તરીકે કામ કરેલ હોય, અથવા
(૫) લશ્ક-રમાં બેન્ડક,વાહન વ્વાહાર અને સંદેશા વ્યનવહારમાં કામ કરેલ શૈક્ષણિક લાયકાત તારીખઃ ૩૧/૦૩ / ૨૦૦૯ ના રોજની સ્થિંતિએ ગણવામાં આવશે
નોંધઃ-
તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઉંમર અને શૈક્ષણિક લાયકાત તારીખઃ૩૧ /૦૩ / ૨૦૦૯ ના રોજની સ્થિરતિએ ગણવામાં આવશે.
(૩) (૧) શારીરિક લાયકાતઃ-(પુરુષો માટે)
(અ) ઉંચાઇઃ- ઓછામાં ઓછી ૧૬૨ સે.મી (મુળ ગુજરાતના હોય તેવા અનુસુચિત જનજાતિ ના ઉમેદવારો માટે ૧૭૫ સે.મી) હોવી જોઇએ. (બ) (છાતીઃ- ફુલાવ્યામ વગરની ઓછામાં ઓછી ૭૭ સે.મી હોવી જોઇએ અને ઓછામાં ઓછી ૫ (પાંચ) સે.મી ફુલતી હોવી જોઇએ. (૨) શારીરિક લાયકાતઃ-( મહીલાઓ માટે) (અ) ઉંચાઇઃ-ઓછામાં ઓછી ૧૫૦ સે.મી. ( મુળ ગુજરાતના હોય તેવા અનુસુચિત જનજાતિના ઉમેદવારોના કિસ્સાઃમાં ૧૪૫ સે.મી.) હોવી જોઇએ.
(બ) વજનઃ-૪૫ કિ.ગ્રા.થી ઓછુ નહી.
(૪) પરીક્ષા પધ્ધતિઃ -
લોકરક્ષકની જગ્યા્ પર પંસદગી મેળવવા માટે ઉમેદવારોની નીચે દર્શાવેલ પરીક્ષાની પ્રક્રિયામાથી તબકકાવાર પસાર થવાનુ રહેશે.પરીક્ષા પ્રક્રિયાનો ક્રમ નીચે મુજબનો રહેશે.
(૧) શારીરિક ક્ષમતા કસોટી (શારીરિકમાપના પરીક્ષણ સહીત):-
શારીરિક ક્ષમતા કસોટી કુલ ગુણ ૧૦૦ રહેશે. નીચેની દરેક કસોટી સામે બતાવે ઓછામાં ઓછુ ધોરણ હાંસલ કરનાર ઉમેદવારને જ તે પછીના તબકકાની પરીક્ષામાં બોલાવવામાં આવશે.
(અ) પુરુષો માટેઃ-
(૧) ૧૬૦૦ મીટર દોડ : ૬ મીનીટ અને ૩૦ સેકન્ડવ
(૨) ઉંચો કુદકો : ૧.૨૨ મીટર
(૩) લાંબો કુદકો : ૪.૨૭ મીટર
(૪) ગોળા ફેંક : (૭.૨૫૭ કિ.ગ્રા.અથવા ૧૬ 1bs) ૫.૯૦ મીટર
(૫)પુલ અપ્સ : ૫ વખત (હથેળી પોતાની બાજુ રહે તે રીતે )
(૬) રસ્સાફ ચડ : ૫.૩૪ મીટર
(૭) સાયકલીંગ
(બ) મહીલા માટેઃ-
(૧) ૧૦૦ મીટર દોડ : ૬ મીનીટ અને ૩૦ સેકન્ડત
(૨) ઉંચો કુદકો : ૦.૯૯ મીટર
(૩) લાંબો કુદકો : ૨.૭૮ મીટર
(૪) ગોળા ફેંક : (૭.૨૫૭ કિ.ગ્રા.અથવા ૧૬ 1bs) ૩.૮૧
(૬) ૮૦૦ મીટર દોડ : ૪ મીનીટ અને ૫ સેકન્ડવ
નોંધઃ-શારીરિક કસોટીના માપ ધોરણમાં ફેરફાર કરવાની બાબત હાલ સરકારશ્રી વિચારણા હેઠળ છે. જેમાં ફેરફાર થયેલી ઉમેદવારોને જાણ કરવામાં આવશે.
(૨) મુખ્ય પરીક્ષાઃ-
શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપના પરીક્ષણમાં લાયક ઠરેલ ઉમેદવારને મુખ્યચ પરીક્ષાની નીચે દર્શાવેલ પ્રક્રિયા માથી તબકકા વાર પસાર થવાનુ રહેશે.
(અ) લેખિત કસોટી (હેતુલક્ષી પ્રશ્નોવાળુ પ્રશ્નપત્ર )
ઉમેદવાર પાસે અપેક્ષિત જ્ઞાનની ચકાસણી માટે કુલઃ-૧૦૦ ગુણનુ હેતુલક્ષી પ્રશ્નો વાળુ પ્રશ્નપત્ર રહેશે.હેતુલક્ષી પ્રશ્ન સામાન્ય જ્ઞાન અને માનસ શાસ્ત્ર વગેરે વિષયો પૈકીના હશે. આ પ્રશ્નોનુ ધોરણ ગુજરાત સેકન્ડેરી અને હાયર સેકન્ડટરી એજયુકેશન બોર્ડ દ્રારા લેવાતી હાયર સેકન્ડશરી સ્કુઆલ સર્ટીફીકેટ એકઝામીનેશન (ધોરણ -૧૨) સમકક્ષ રહેશે. (
બ) રૂબરૂ મુલાકાત (ઇન્ટ)વ્યુષ):-
ઉપર દર્શાવેલ લેખીત કસોટીના અંતે ભરતી બોર્ડ નકકી કરે તેવુ લઘુતમ લાયકી ધોરણ (ગુણાંક) પ્રપ્તક કરેલ ઉમેદવારોને જ રૂબરૂ મુલાકાત (ઇન્ટતવ્ર્ર્યુ ) માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાત (ઇન્ટ્વ્ર્યુક) ના ૨૫ ગુણ રહેશે.
(૩) પરીણામ :-
ભરતી બોર્ડ ઉમેદવારોએ મુખ્યલ પરીક્ષામાં પ્રપ્તટ કરેલ કુલ ગુણના આધારે મેરીટ ક્રમાનુસાર પંસદગી અને પ્રતિક્ષાયાદી પ્રસિધ્ધુ કરશે.
(૫) અરજીપત્રક અંગેની સુચનાઓ :-
(૧) આ સાથે અરજીપત્રકના નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીપત્રકનો નમુનો લીગલ સાઇઝ (૮.૫ × ૧૪ ઇંચ) ના કાગળ પર ઝેરોક્ષ કરાવીને ઉમેદવારે પોતાના હસ્તાક્ષરમાં ભરીને અરજમોકલવાની રહેશે.
(૨) ભરેલ અરજી પત્રક રજૂ કરવાનુ સ્થળ :-
(૧) રાજ્યના દરેક જિલ્લાની પલીસ પોલીસ કમિશ્નર શ્રી ની કચેરી/પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી
(ર) ટપાલથી મળેલ અરજીપત્રકો પોલીસ કમીશ્નર/ પોલીસ અધિક્ષકની કચેરીએ સ્વીકારવામાં આવશે નહી.
(૩) પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીમાં કોઇ અરજીપત્રકનુ વિતરણ કે સ્વીકારવામાં આવશે નહી. તેમ છતાં અરજીપત્રકો મોકલવામાં અવશે તો આવા અરજીપત્રકો રદ્ કરવામાં આવશે.
(૪) અરજદારે ભરેલ નિયત અરજીપત્રક રૂબરુમાં જે તે જિલ્લાની પોલીસ અધિક્ષકશ્રી ની કચેરીમાં નિયત તારીખો દરમ્યાન આપીને કોમ્પ્યુનટર રાઇઝ પહોંચ મેળવી લેવાની રહેશે. આ પહોંચ અરજદારે ભરતી પ્રક્રિયાની સમગ્ર કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી પૂરાવા તરીકે સાચવીને રાખવાની રહેશે.
(પ) અરજદારે કોઇપણ એક જિલ્લામાં નિયત અરજીપત્રક રજૂ કરવાનુ રહેશે. અરજદારે એક કરતા વધારે અરજીપત્રક ભરેલ હશે. તો તેવા કિસ્સામાં તે અરજદારના તમામ અરજીપત્રકો રદ્ કરવા પાત્ર થશે.
(૬) લોકરક્ષક હથિયારી (પુરૂષ) લોકરક્ષક બીન હથિયરી (પુરૂષ) અને લોકરક્ષક (મહિલા) ની જગ્યાએ ઉમેદવારી નોંધાવવા માંગતા અરજદારે એક જ અરજીપત્રક ભરવાનુ રહેશે.
(૭) અરજદારે નિયત અરજીપત્રક સાથે કોઇપણ જાતના અસલ પ્રમાણપત્ર કે તેની નકલો બીડવાની રહેશે નહી
(૮) નિયત અરજીપત્રકમાં અરજદારે ચોક્કસ દર્શાવેલ જગ્યાએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ગુંદરથી ચોંટાડીને તેની ઉપર અરજદારે પોતાની સહી કરવાની રહેશે.
(૯) નિયત અરજીપત્રકના તમામ કોલમો બોલપેન/ઇન્કપેનથી યોગ્ય રીતે અને સુવાચ્ય રીતે ભરીને અરજદારે પોતાની સહી અરજીપત્રકમાં ઠરાવેલ જ્ગયાએ કરવાની રહેશે. (૧૩) અરજદારે નિયત પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવાઓ ભરતી બોર્ડ માંગે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે.
(૧૦) નિયત પરીક્ષા ફી વિનાનું, અધુરી વિગતો વાળું, ખોટી માહિતી ભરેલું, ક્ષતીયુક્ત અને ભરતી બોર્ડ માંગણી કરે ત્યાલરે અરજી પત્રકમાં દર્શાવેલ વિગતોના અસલ પુરાવાઓ યથા સમયે રજુ ન કરનાર ઉમેદવારનું અરજી પત્રક જે તે તબક્કે રદ થવાને પાત્ર રહેશે, અને ઉમેદવારી પણ રદથવાને પાત્ર રહેશે. તેમજ ભરતી બોર્ડ દ્રારા આ ઉમેદવાર સામે શિક્ષાત્મનક પગલા લેવા માટે કાયદેશરની કાર્યવાહી કરવામા આવશે.
(૬) પરીક્ષા ફીઃ- (પરત નહીં મળવાપાત્ર)
(૧) સામાન્ય વર્ગનાં અરજદારે અરજી પત્રક સાથે શારીરીક ક્ષમતા કસોટીની ફી પેટે રૂ.૧૦૦/- (અંકે રૂપીયા એકસો પુરા) રોકડે થી ચુકવવાના રહેશે.
(૨) શારીરીક ક્ષમતા કસોટી બાદ મુખ્યથ પરીક્ષા માટે લાયકાત ઠરેલ ઉમદવારે ભરતી બોર્ડ ઠરાવે તેટલી ફી મુખ્યક પરીક્ષા અગાઉ ભરતી બોર્ડ ઠરાવેલ સમય મર્યાદામા ભરવાની થશે.
(૩) અનુસુચિત જાતી,અનુસુચિત જનજાતી, સામાજીક શૈક્ષણીક તરીકે પછાત વર્ગનાં તેમજ માજી સૈનિક ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાથી મુક્તી આપેલ હોય,નિયત અરજી પત્રકમાં કરાયેલ અરજી સાથે તેઓએ કોઇ પરીક્ષા ફી ભરવાની રહેશે નહી..
(૭) સામાન્ય સુચનાઓઃ
(૧) ઉમેદવારોને નિમણુક માટે સામાન્યી રીતે ગુણાનુક્રમમાં વિચારવામા; આવશે. જો કે, પરીક્ષામાં સ.ળ થવાથી જ નિમણૂક માટેનો હક્ક મળી જતો નથી. રાજ્ય સેવામાં નિમણૂક ઉમેદવાર બધીજ રીતે યોગ્યથ છે એ માટે જરૂરી લાગે તેવી તપાસ કર્યા પછી નિમણૂક સતાધિકારીને સંતોષ થાય તો જ ઉમેદવારી નિમણૂક કરવામાં આવશે.
(૨) ભરતી બોર્ડ ઉક્ત પરીક્ષા પ્રક્રિયાના ક્રમ કે પધ્ધિતીમાં ફેરફાર કરી શકશે.
(૩) ઉમેદવારે અરજી પત્રકમાં બતાવેલી કોઇપણ માહીતીની ખરાઇ/ચોકસાઇ કર્યા સિવાય પ્રાથમિક તબક્કે ભરતી બોર્ડ દ્રારા નીયત અરજી પત્રકો સ્વીપકારવામા આવશે. આ અરજી પત્રકમાં ઉમેદવારે દર્શાવેલ જન્મો તારીખ, શૈ્ક્ષણિક લાયકાત અને જાતી કે અન્ય કોઇ વિગત ભવિષ્યમમાં કોઇ પણ તબક્કે ખોટી હોવાનું માલુમ પડશે તો તે ઉમેદવમર સામે ભરતી બોર્ડ દ્રારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
(૪) આ જાહેરાત કોઇપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકક્તા ઉભી થશે તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક્ક અને અધિકાર રહેશે. અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલી રહેશે નહી.
|