|
પોલીસ કંટ્રોલરૂમ
ટેલીફોન નંબર - ર૬૩૦૬૦૩, ર૬૩ર૩૭૩, ૧૦૦.
ફેકસ નંબર - ર૬૩૪૫૦૧
જૂનાગઢ જિલ્લાના પોલીસ કંટ્રોલ રુમ જિલ્લા પોલીસ અધિકારીની કચેરીમા આવેલ છે. આ કંટ્રોલ રુમ સતત ર૪ કલાક કાર્યરત રહે છે. કંટ્રોલ ઈન્ચાર્જ તરીકે એ.એસ.આઈ દરજજાના ઈન્ચાર્જ સતત હાજર રહે છે. કંટ્રોલ રુમમા ટેલીફોન, વાયરલેસ , ટેલીપ્રીન્ટર તેમજ ફેકસ ની સુવિધાઓ ઉપલબ્ધ છે. કોઈપણ ગુન્હા બાબતે અસામાજીક પ્રવૃત્તિ બાબતે કોઈપણ વિસ્તારમા સંભવીત સુલેહભંગ માટે ટ્રાફીક અકસ્માત અથવા ટ્રાફીક જામની બાબતે કુદરતી આફત બાબતે અથવા કોઈપણ અગત્યની માહીતી માટે ગમે ત્યારે કંટ્રોલરુમને જાણ કરી શકાય
માહિતી આપી શકાય છે.
ખાસ કાયદો વ્યવસ્થાની બાબત, ટ્રાફીક જામ , થાય ત્યારે પ્રાકુતિક હોનારત , તેમજ જેવા ગુન્હા કે જેમા નજીકના પોલીસ સ્ટેશનમા જાણ કરવા કે નાકાબંધી કરવાથી ગુન્હેગારને પકડી શકાય છે. જિલ્લામા ચાલતી અસામાજીક પ્રવૃત્તિ બાબતે. તાત્કાલીક માહીતી આપવાથી તુરંત કાર્યવાહી / રેઈડ કરી શકાય છે.
- કંટ્રોલરુમમા ફરીયાદી પોતાની અરજી પણ આપી શકે છે.
- કંટ્રોલરુમથી પોલીસ શાખાના અધિકારીઓના તેમજ પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબરો તેમજ સરનામા પણ મેળવી શકાય છે.
|
|