સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
(એ) જાહેર તંત્ર ઉદેશ/હેતુ --
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર, સરકારી, ખાનગી મિલ્કતો તેમજ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્ય ઉદેશ છે.
(બી) જાહેર તંત્રનું મીશન /દુરંદેશીપણું (વિઝન) –
પોલીસ તંત્ર દ્વારા સમાજને ભય મુકત કરવા સારૂ ઉપલબ્ધ સાધનોના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પઘ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુન્હેગારોને કોર્ટ દ્વારા સજા કરાવવાનું ઘ્યેય છે.
(સી) જાહેર તંત્રનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ –
આઝાદી પહેલા જુનાગઢ રાજયનાં નવાબ દ્વારા પોલીસ તંત્રની રચના કરવામાં આવેલ હતી ત્યાર બાદ સ્વતંત્રતા મળ્યા પછી રાજય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમા ઉત્તરોતર જુદાજુદા પ્રકારનાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર તેમજ વૈજ્ઞાનિક ઢબે ગુન્હાઓની તપાસ માટે રાજય સરકાર દ્વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવેલ છે.
(ડી) જાહેર તંત્રની ફરજો –
પોલીસ તંત્ર દ્વારા નાગરીકોનાં જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે.તદ゙ ઉપરાંત કુદરતી આપતીઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઈ તટસ્થતાથી ફરજ બજાવે છે.
(ઈ) જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ અને કાર્યો --
પોલીસ તંત્ર દ્વારા પ્રથમતો ગુન્હા બનતા અટકાવવા પ્રયત્ન કરવામાં આવે છે. તેમછતાં, પ્રવર્તમાન સમયમાં વસ્તી, વિસ્તાર, ઉઘોગોનો બહોળો વિકાસ થયેલ છે તેમજ, ગુન્હેગારો જુદી જુદી વૈજ્ઞાનિક શોધોનો ગેરલાભ ઉઠાવી ગુન્હાખોરી આચરે તો આવા ગુન્હેગારોને શકય તેટલા વહેલા ઝડપી લઈ તેમના વિરૂઘ્ધ દરેક પ્રકારનાં સાક્ષી/પુરાવા મેળવી ન્યાયની અદાલતમાં સજા કરવા રજુ કરવામાં આવે છે.
(એફ) જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ -- પોલીસ તંત્ર દ્વારા નાગરીકોની લેખિત તેમજ મૌખિક ફરિયાદ લઈ તેની ધોરણસરની તપાસ કરી ગુન્હેગારોને કોર્ટમાં નશ્યત સારૂ રજુ કરવામાં આવે છે. તદ゙ઉપરાંત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારનાં ધાર્મિક સરધસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચુંટણીઓ, સમ્મેલનો, વગેરેમાં કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે
.(જી) જાહેર તંત્રનાં જિલ્લા સ્તરનાં માળખાઓનો આલેખ –
(એચ) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ -- પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો દ્વારા જેટલા પ્રમાણમાં સ્વીકળત થાય તેટલા પ્રમાણમાં જ લોકો દ્વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્તી, વિસ્તાર, અને ઔઘોગિકરણને કારણે પોલીસની કામગીરીનો વ્યાપ મોટા ફલક પર વિસ્તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન દ્વારા પુરી પાડવામાં આવે તો ધણા ગુન્હાઓ બનતા પહેલા જ ડામી શકાય.
(આઈ) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતિઓ -- જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ર૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નંબર-૧૦૦ કે જે, ટોલ ફ્રી છે જેના પર અથવા તો તમામ પોલીસ સ્ટેશનોમાં પણ ૧૦૦ નંબર ટેલીફોનની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ, પોલીસ વડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓને લેન્ડ લાઈન તથા મોબાઈલ સેવા દ્વારા નાગરીકો તરફથી કોઈ પણ પ્રકારની સલાહ સુચન કે, બાતમી મેળવી તેના પર ત્વરીત પગલા લેવામાં આવે છે.
(જે) સેવા આપવા અંગેના-દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્રઃ- જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાનાં અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયંત્રણ કરે છે. જિલ્લામાં ચાર વિભાગ પાડવામાં આવેલ છે. આ વિભાગીય કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળનાં પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે, અને તાબાના અમલદારોને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડે છે. તદ゙ઉપરાંત ૩ થી ૪ પોલીસ સ્ટેશન ઉપર સર્કલ પોલીસ ઈન્સ્પેકટર ફરજ બજાવે છે, તેઓ પણ તાબાના પોલીસ સ્ટેશનને માર્ગદર્શન પુરુ પાડવા ઉપરાંત જાતેથી ગુન્હાઓની તપાસ પણ કરે છે. આ જિલ્લામાં કુલ-રર પોલીસ સ્ટેશનો આવેલા છે. જેના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર/પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાનાં અમલદારો તાબાનાં પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્યવસ્થાની જાળવણી કરે છે.
મહિલાઓને લગતા ગુન્હા સંબંધેની કામગીરી માટે જિલ્લા કક્ષાએ જુનાગઢ ખાતે મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે. જયાં મહિલા પોલીસ ઈન્સ્પેકટર દ્વારા મહિલા સંબંધિ ગુન્હાઓની તપાસ વગેરેની કામગીરી કરવામાં આવે છે.
અનુ.જાતિ/અનુ.જનજાતિનાં લોકો પર થતા અત્યાચારો સંબંધિ તપાસ માટે સરકારશ્રી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી./એસ.ટી. સેલની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ પ્રકારના ગુન્હાની જાતે તપાસ કરવામાં આવે છે.
તદ゙ઉપરાંત, વિશિષ્ટ પ્રકારની કામગીરી માટે જુદા જુદા સ્કવોર્ડ જેવા કે, આર્થિક ગુન્હા નિવારણ સેલ, એન્ટી રોમિયો સ્કવોર્ડ, સ્પેશીયલ ક્રાઈમ સ્કવોર્ડ, કોમ્યુનલ રાયોટ સેલ, જિલ્લા હાઈ-વે ટ્રાફિક શાખા, શહેર ટ્રાફિક શાખા, નાસતા ફરતા ગુન્હેગારોને પકડવાનો સેલ વગેરેની રચના કરવામાં આવેલ છે, અને તેને સંલગ્ન ગુન્હાઓની ઝડપી તપાસ કરી ગુન્હેગારોને ઝડપી લઈ ન્યાયની અદાલતમાં રજુ કરાવી નશ્યત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસ કામગીરીની મદદ માટે વાયરલેસ વિભાગ, એમ.ઓ.બી., એલ.આઈ.બી., ફિંગર પ્રિન્ટ, અશ્વદળ, શ્વાનદળ, ફોટોગ્રાફી વિભાગ, મોટર વાહન શાખા, ગ્રામ્ય રક્ષક દળ, જિલ્લા ક્રાઈમ રેકર્ડ બ્યુરો પણ ઉપલબ્ધ છે.
કે) મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલ અન્ય કચેરીઓના સરનામાં -
ક્રમ
|
કચેરી
|
સરનામું
|
૧
|
પોલીસ અધિક્ષકની કચેરી,
જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ
|
સરદાર બાગ પાછળ શશીકુંજ સામે , જૂનાગઢ
|
૨
|
નાયબ પોલીસ અધિક્ષક
(મુખ્યમથક)ની કચેરી, જૂનાગઢ
|
સરદાર બાગ પાછળ શશીકુંજ સામે , જૂનાગઢ
|
૩
|
નાયબ પોલીસ અધિક્ષક,
એસ.સી.એસ.ટી. સેલની કચેરી, જૂનાગઢ
|
સરદાર બાગ પાછળ શશીકુંજ સામે , જૂનાગઢ
|
૪
|
નાયબ પોલીસ અધિક્ષકની કચેરી,
જૂનાગઢ ડિવિઝન, જૂનાગઢ
|
દિવાન ચોક,,
જૂનાગઢ
|
૫
|
નાયબ પોલીસ અધિક્ષકની કચેરી,
કેશોદ ડિવિઝન, કેશોદ
|
મામલતદાર કચેરી કમ્પાઉન્ડ,
કેશોદ
|
૬
|
નાયબ પોલીસ અધિક્ષકની કચેરી,
માંગરોળ ડિવિઝન, માંગરોળ
|
કોર્ટ કમ્પાઉન્ડ,
માંગરોળ
|
૭
|
સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની કચેરી
માંગરોળ
|
ટાવર ચોક, માંગરોળ
|
૮
|
સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની કચેરી
માણાવદર
|
પો.સ્ટે. કમ્પાઉન્ડ
માણાવદર
|
૯
|
સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની કચેરી
જૂનાગઢ
|
દિવાન ચોક જૂનાગઢ
|
૧૦
|
પોલીસ ઈન્સ્પેકટર, "એ" ડિવિઝન પો.સ્ટે.ની કચેરી,
જૂનાગઢ શહેર
|
આઝાદ ચોક,
જૂનાગઢ
|
૧૧
|
પોલીસ ઈન્સ્પેકટર
"બી" ડિવિઝન પો.સ્ટે.ની કચેરી,
જૂનાગઢ શહેર
|
જુના બસ સ્ટેન્ડ પાસે, હોમગાર્ડ ડેલા સામે, જૂનાગઢ
|
૧૨
|
પોલીસ ઈન્સ્પેકટરની કચેરી
વિસાવદર પો.સ્ટે., વિસાવદર
|
મામલતદાર ઓફીસની બાજુમાં,
વિસાવદર
|
૧૩
|
પોલીસ ઈન્સ્પેકટરની કચેરી
કેશોદ પો.સ્ટે. કેશોદ
|
મામલતદાર કચેરી કમ્પાઉન્ડ,
કેશોદ
|
૧૪
|
પોલીસ ઈન્સ્પેકટરની કચેરી
ક્રાઈમ શાખા, જૂનાગઢ
|
ગીતા લોજ સામે, જૂનાગઢ રાજકોટ હાઇવે રોડ, રેલ્વે ફાટક પાસે, જૂનાગઢ
|
૧૫
|
પોલીસ ઈન્સ્પેકટરની કચેરી,
એલ.આઈ.બી. જૂનાગઢ
|
સરદાર બાગ પાછળ શશીકુંજ સામે , જૂનાગઢ,
|
૧૬
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
જૂનાગઢ તાલુકા
|
તાલુકા પો.સ્ટે., ધારાગઢ રોડ,
જૂનાગઢ
|
૧૭
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
ભેંસાણ
|
ભેંસાણ પો.સ્ટે., ભેંસાણ
|
૧૮
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
બીલખા
|
બીલખા પો.સ્ટે., બીલખા
|
૧૯
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી, મેંદરડા
|
મેંદરડા પો.સ્ટે., મેંદરડા
|
૨૦
|
મહીલા પોલીસ ઈન્સ્પેકટરની કચેરી
જૂનાગઢ
|
કાળવા ચોક, જૂનાગઢ
|
૨૧
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
વંથલી
|
વંથલી પો.સ્ટે., વંથલી
|
૨૨
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
માણાવદર
|
માણાવદર પો.સ્ટે., માણાવદર
|
૨૩
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
બાંટવા
|
બાંટવા પો.સ્ટે., બાંટવા
|
૨૪
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
માંગરોળ
|
કોર્ટ કમ્પાઉન્ડ, માંગરોળ પો.સ્ટે.
|
૨૫
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી, શીલ
|
શીલ પો.સ્ટે. શીલ
|
૨૬
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી,ચોરવાડ
|
ચોરવાડ પો.સ્ટે. ચોરવાડ
|
૨૭
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
માળીયા હાટીના
|
માળીયા પો.સ્ટે., માળીયા હાટીના
|
૨૮
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
જિલ્લા હાઈ-વે ટ્રાફિક શાખા, જૂનાગઢ
|
"બી" ડિવિઝન પો.સ્ટે. કમ્પાઉન્ડ,
જૂનાગઢ
|
૨૯
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
શહેર ટ્રાફિક શાખા, જૂનાગઢ
|
રેલ્વે સ્ટેશન સામે, પાંચબતી ચોક, જૂનાગઢ
|
૩૦
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
એમ.ઓ.બી., જૂનાગઢ
|
એસ.પી. કચેરી, જૂનાગઢ
|
૩૧
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
જી.આર.ડી. જૂનાગઢ
|
એસ.પી. કચેરી,
જૂનાગઢ
|
૩૨
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
માઉન્ટેડ યુનિટ, જૂનાગઢ
|
બીલખા રોડ, જૂનાગઢ
|
૩૩
|
પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
એમ.ટી. શાખા, જૂનાગઢ
|
પોલીસ હેડકવાર્ટર, થાણા રોડ,
જૂનાગઢ
|
૩૪
|
રિઝર્વ પોલીસ સબ ઈન્સ્પેકટરની કચેરી
હેડકવાર્ટર જૂનાગઢ
|
પોલીસ હેડકવાર્ટર, થાણા રોડ,
જૂનાગઢ
|
૩૫
|
|
|
(એલ) કચેરી શરૂ/બંધ થવાનો સમય –
જિલ્લા પોલીસ વડાની વહિવટી કચેરીનો સમય સવારનાં કલાક-૧૦-૩૦ થી સાંજના કલાક-૧૮-૧૦ સુધીનો છે. પરંતુ, આ કચેરીમાં આવેલ કંન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક કાર્યરત છે, તેજ રીતે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પણ ર૪ કલાક કાર્યરત હોય છે.