પોલીસ રક્ષણ
પોલીસ ખાતા તરફથી પાક રક્ષણ માટે વર્ગ - વિગ્રહના બનાવ વખતે વ્યકિતની કે જન સમુદાયની રક્ષા માટે તેમજ કેટલાક કિસ્સાઓમા મિલ્કતની સાચવણી કે પ્રવેશ કે કબ્જામાટે પોલીસ રક્ષની માગણી કરવામા આવે છે. પરંતુ આવા કિસ્સાઓમા માંગણીની યોગ્યતાઓ અંગેની ખાત્રી કર્યા બાદ સ્વખર્ચે તેમજ કાયદો અને વ્યવસ્થા અર્થે પોલીસ રક્ષણ આપવામા આવે છે.
- પાક રક્ષણ માટે ધોડેશ્વાર પોલીસ આપવામા આવે છે. જે મોટા ભાગે ગામ કે સીમ વિસ્તાર માટે આપવામા આવે છે.
- રાષ્ટ્રીયકળત બેકોમા તેમની માંગણી મુજબ નાણાની હેરફેર વખતે તેમજ ટ્રઝરી ગાર્ડ સ્વરુપે પોલીસ રક્ષણ આપવામા આવે છે.
- કોઈપણ વ્યકિત મોટી રકમની હેરાફેરી કરતી હોય અને તે પોતે રક્ષણ માગે તો તેને વિનામુલ્ય પોલીસ રક્ષણ પુરુ પાડવા સરકારશ્રીએ તાજેતરમા સુચન કરેલ છે.
- જમીન મકાનના પ્રશ્નોમા નામદાર કોર્ટ દ્વારા પોલીસ રક્ષણ આપવા માટેનો હુકમ કરેલ હોય ત્યારે અથવા તો આવ રક્ષણ માટે આપેલ અરજી બાબતે જે તે પોલીસ સ્ટેશન પાસેથી પુરતા જરુરી દસ્તાવેજો તેમજ પોલીસ અધિકારીઓનો અભિપ્રાય મેળવ્યા બાદ યોગ્ય જણાઈ તો જ સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામા આવે છે.
પોલસ રક્ષણ માટે જિલ્લા પોલીસ અધિકારીશ્રીને અરજી કરી રક્ષણ મેળવી શકાય છે. ગામના સરપંચોની ફરજ
- ગામમા ચાલતા દિવાની ગુન્હો બને તેવા બનાવોની જાણ તુરત જ પોલીસ સ્ટેશનને કરવી જોઈએ
- ગામમા કોઈ વ્યકિત અકુદરતી રીતે અથવા અકસ્માતથી મળત્યુ પામે અથવા ગામમા સબ મળી આવે ત્યારે પોલીસ સ્ટેશનમા જાણ કરવી જોઈએ
- ગામમા ગુન્હેગાર અથવા તો અજાણી વ્યકિત આવેલ હોય તેની જાણ પોલીસ સ્ટેશન કરવી. જોઈએ
- ગામમા ગેરકાયદેસર દારુ જુગારની બદી ચાલતી હોય તો તેની જાણ કરવી જોઈએ
- ગામમા બે કોમો વચ્ચે કોઈ કારણસર મન દુઃ ખ થયેલ હોય તો તેની પણ જાણ કરવી. જોઈએ
- ગામમા અનુ જાતી / અનુજાતી ના લોકો સમાજમા એક સમાન તક સાથે જીવી શકે તે માટે સાનુકુળ વાતાવરણ ઉભુ કરી તેવોની સાથે આભડછેટ ન રાખવામા આવે તેની કાળજી રાખવી.