પોલીસ અધિક્ષક, જુનાગઢ
http://www.spjunagadh.gujarat.gov.in

ટ્રાફિક સબંધી

6/30/2025 2:17:25 PM

ટ્રાફીક નિયમન

આધુનીક જમાનામા વિકાસની સાથેસાથે જુદા-જુદા પ્રકારના મોટરવાહનોની સંખ્યામા અતિતિવ્ર ગતીએ વધારો થઈ રહેલ છે. શહેરોમા રસ્તા પહેલા હતા તે જ છે. અને વાહનો ના વધારા સાથે રસ્તાઓ સાકળા થતા જાય છે. જેને લીધે દરરોજ ટ્રાફીકનો પ્રશ્ન અતિ ગંભીર થતો જાય છે. ટ્રાફીકના નિયમન માટે શહેરમા ટ્રાફીક પોલીસની અલગ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. અને સાથે સાથે પોલીસ પણ ટ્રાફીક નિયમનનુ કાર્ય કરતીજ હોય છે.

દિનપ્રતિદીન વધતા જતા ટ્રાફીકના પ્રશ્નનુ નિરાકરણ કરવા માટે પોલીસ, માર્ગે અને મકાન વિભાગ તેમજ મ્યુનીસીપલીટી અને સાથે - સાથે પ્રજાનો સહયોગ અને સંયુકત પ્રયોગ જરુરી છે. ટ્રાફીકના નિયમન માટે ત્રણ પ્રકારની વ્યવસ્થા ઉભી થવી જોઈએ

  • ટ્રાફીક એજયુકેશન
  • ટ્રાફીક એન્જીનીયર
  • ટ્રાફીક એન્ફોર્સમેન્ટ

ટ્રાફીક એજયુકેશન -

  • ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફીક અંગેની સમજ તેમજ ટ્રાફીકના નિયમો અને કાયદાઓ બાબતે જાણકારી આપવાની ખાસ જરૂરી રહે છે. આ દિશામા પોલીસ ખાતા તરફથી વિવિધ પ્રકારના પ્રયોગો કરવામા આવે છે.
  • પોલીસ ખાતા દ્વારા અવાર નવાર ટ્રફીક સપ્તાહ ઉજવી પ્રજામા ટ્રાફીક અંગેના જ્ઞાન માટે તથા ટ્રાફીક નિયમ તેમ જ નિયમનના પાલન માટે કાર્યવાહી કરવામા આવે છે.
  • સ્કુલમા ટ્રાફીક પોલીસ મોકલી રોડ સેફટી પેટ્રોલના નેજા હેઠળ બાળકોને તૈયાર કરી જ્ઞાન આપવામા આવે છે. અને તેઓ દ્વારા ટ્રાફીકના નિયમોનુ પાલન કરાવવાનુ શીખવવામા આવે છે
  • જૂનાગઢ ટ્રાફીક પોલીસ દ્વારા જુનાગઢ ટ્રફીક સમસ્યા ઉપર ફીલ્મ તૈયાર કરાવી કેબલ તેમ જ દુરદર્શન પર પ્રસારીત કરવાની કામગીરી હાથ ધરાવામા આવી રહી છે. જેમા પ્રજાને ટ્રાફીક નિયમનના પાલન કરવા માટેની સમજ આપતી વિગતો છે
  • બાળકોને નાનપણથી જ ટ્રાફીક નિયમનનુ જ્ઞાન મળે તે હેતુસર જૂનાગઢ જિલ્લામા ટ્રાફીક ચિલ્ડ્રન પાર્કબનાવવાની યોજના હાથ ધરાવામા આવી રહી છે.

ટ્રફીક એન્જીનીયરીગઃ-

  • ટ્રાફીક નિયમન માટે ટ્રાફીક એન્જીનીયરીગનુ કામ ધણુ જ મહત્વનુ છે. રસ્તાઓની સપાટી સારી રીતે જળવાય રોડ ટ્રફીકને અનુકુળ પહોળાઈના હોય તેમજ ટ્રફીકને લગતા જરુરી સાઈનબોર્ડ તેમજ ટ્રફીક સિગ્નલો આ બધો માળખાકીય જરુરીયાતો મ્યનીસીપાલીટી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવાની હોય છે. ઉપરોકત સવલતોને અભાવે ટ્રફીક નિયમન ધપુ અધરુ થઈ પડે છે. આને પરિણામે ટ્રફીક જામના તેમજ ટ્રફીકને લગતા અન્ય પ્રશ્નો ઉપરાંત ધણી વખત જીવલેણ તથા સામાન્ય પ્રકારના અકસ્માતો થાય છે.
  • ટ્રાફીક નિયમન માટે રોડની બંને બાજુ ફુટપાથ હોવી જરુરી છે. જેથી પેડ લીસ્ટ ફુટપાથ ઉપર ચાલે

ટ્રાફીક એન્ફોર્ન્સમેન્ટ -

  • ટ્રાફીકના નિયમન માટે શહેરમા અગત્યના સ્થળો ઉપર ઉભા રહી ટ્રફીક પોલીસ ટ્રાફીકનુ નિયમન કરે છે.
  • ટ્રાફીકના નિયમનનો ભંગ કરનારને ટ્રફીક પોલીસ રોકીને વાહન ચાલક પાસે જરુરી માહીતી માંગી તેના વિરુઘ્ધ જે નિયમનો ભંગ કર્યો હોય તે મુજબ એન.સી ગુન્હો નોંધી તેને યોગ્ય દંડ કરવા માટે નામદાર કોર્ટમા આપેલી તારીખે હાજર રહેવા જણાવે છે.
  • જૂનાગઢ શહેરમા હેડ કોન્સ્ટેબલ અને ઉપરના દરજજાના અધિકારીને સરકારશ્રી તરફથી મોટર વ્હીકલ એકટના અમુક ગુન્હાઓ માંડવાળ કરવાની સતા મળી છે. જે અનુસાર આવ અધિકારીઓ સ્થળ ઉપર દંડ લઈ ગુન્હાઓ માંડવાળ કરે છે.
  • જૂનાગઢ જિલ્લામા નગર પાલીકા વિસ્તારમા પણ આ પ્રકારની સતાઓ આપવામા આવી છે.