મ્યુઝિક બેન્ડ
જૂનાગઢ પોલીસ બેન્ડના મહેકમ ડ્રેસ અને ઉપલબ્ધ વાદ્યોની વિગત નીચે મુજબ છે.
|
બેન્ડ મેજર
|
હે.કો.
|
પો.કોન્સ
|
બ્યુગલર
|
મંજૂર મહેકમ
|
-
|
૩
|
૧૩
|
૪
|
હાજર મહેકમ
|
-
|
ર
|
૧૦
|
૧
|
વાદ્યો - બીફલેટ, કલેરોનેટ, બીફલેટ ટ્રમપીટ, ઇફમલર્યમ, બેરીટોન, સેક્સોફોન, સાઇડ ડ્રમ, બેઇઝડ્રમ, સિમ્બોલ, હારમોનિયમ, ગિટાર, કેસિયો, ટેપ.
ડ્રેસ - વી.વી.આઇ.પી. ગરમ લાલ ડ્રેસ - માત્ર પરેડ અને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે , સ્કાય બ્લૂ, બ્લૂ ડ્રેસ સફેદ આકર્ષક ડ્રેસ.
અંગત પ્રસંગે પોલીસ બેન્ડ ભાડે મેળવવાની કાર્યવિધિ અને નિયમો -
- અરજદારે પ્રસંગથી ઓછામાં ઓછા ૪૮ કલાક પૂર્વે અરજી નમુના ......... કરી પોલીસ અધીક્ષકશ્રી જૂનાગઢ ની મંજૂરી મેળવી. કચેરીમાં બેન્ડ ભાડાની વાહન ચાર્જ સાથેની પુરી રકમ જમા કરાવવાની રહેશે.
- બેન્ડની ગુણવત્તા જોવા માટે અરજદાર સોમવાર અને શુક્રવારની પરેડમાં આર.એસ.આઇ.ની મંજૂરી સાથે નિર્દેશન જોઇ શકશે.
- તા. ૧૫/૦૧/૨૦૧૬થી બેન્ડ માટેના દર નીચે મુજબ રહેશે.
વિગત
|
પ્રથમ કલાકના ચાર્જ
(ડ્રેસ ચાર્જ સાથે)
|
વોલ્ટ ચાર્જ
|
વાહન ભાડું
|
પોલીસ બેન્ડ
જૂનાગઢ શહેર માટે
|
૩૦૦૦
|
-
|
૧૫૦/-
|
જૂનાગઢ શહેરની બહાર
|
૪૦૦૦
|
૬૦
|
૧ કિમીના રૂ. ૧૨/- લેખે.
|
નોંધઃ- બેન્ડ એક કલાકથી ઓછા સમય માટે રાખવામાં આવશે તોપણ લઘુતમ ચાર્જ તરીકે એક કલાકનો ચાર્જ ગણવામાં આવશે.
- પોલીસ બેન્ડની માગણીઓ પૈકી ગુજરાત રાજ્યમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રથમ પ્રેફરન્સ આપવામાં આવશે. ત્યાર બાદ અન્યની માગણીઓ અંગે વિચારણા કરવામાં આવશે. પરંતુ પ્રથમથી જ બેન્ડ એંગેજ થઇ ગયેલ હશે તો આ નિયમથી પ્રેફરન્સમાં કોઇ ફેરફાર થઇ શકશે નહીં કે કેન્સલ કરી શકાશે નહીં.
- ગુજરાત રાજ્ય પોલીસ ખાતામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને બેન્ડનો પ૦% ચાર્જ ભરવાનો રહેશે.
- મોટરભાડાનો કિ.મી. પ્રમાણે થતો ચાર્જ કે જૂનાગઢ ટાઉનનો નક્કી કરેલ દર "" ૦૦પપ પોલીસ "" સદર હેઠળ જમા કરાવવાનો રહેશે.
- એક વખત બેન્ડ માટે ઓર્ડર લીધા પછી અરજદાર તરફથી તે રદ કરવા અંગે દિન-૭ પહેલાં કોઇ સચોટ કારણો સાથે આ કચેરીએ જાણ કરવાની રહેશે. અન્યથા બેન્ડ પેટે જમા કરાવેલ રકમ જપ્ત કરી બેન્ડ ફંડ ખાતે જમા કરવામા આવશે.
- અનિવાર્ય સંજોગોમાં બેન્ડ ભાડે આપવાનો થયેલ હુકમ કોઇ પણ નોટિસ વગર ગમે તે સમયે રદ કરવાનો હક્ક પોલીસ વડા જૂનાગઢને અબાધિત રહેશે. જે અંગે અરજદારનો કોઇ હક્ક દાવો ચાલશે નહીં.
- શાળા / કોલેજના વિઘાર્થીઓને બેન્ડ તાલીમ આપવા માટે બેન્ડના ઇન્સ્ટ્રક્ટર અન્ય કામગીરીમાં રોકાયેલ ન હોય તો ફાળવવામાં આવશે. પરંતુ આ તાલીમ માટે તમામ ઉપકરણ / વાદ્યો જે તે સંસ્થાએ વસાવવાનાં રહેશે. અને તાલીમના ચાર કલાક માટે એક દિવસની ગણતરી સાથે પ્રથમ શિક્ષકના હોદ્દેદારોને ઘ્યાને લઇ તે માટે નક્કી થયેલ દરે જે તે સંસ્થાએ નાણાં ચૂકવવાનાં રહેશે. આ માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા આ માટે પોલીસ અધીક્ષક જૂનાગઢને અરજી નમૂના માં અરજી કરવાની રહેશે. જેને યોગ્ય જણાશે તો ઇન્સ્ટ્રક્ટર ફાળવવામાં આવશે.
- સરકારશ્રીના આદેશ મુજબ પ્રવાસવર્ષ દરમિયાન અગત્યનાં ફરવાનાં સ્થળો, મેળાવડા, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ દર રવિવારે આ સ્થળે ભીડના દિવસે લોકોના મનોરંજન માટે તેમ જ પોલીસની જનમાનસ પર મૈત્રીપૂર્ણ પ્રતિભા ઉપસાવવા માટે ચાર્જ લીધા વિના પોલીસ બેન્ડ વગાડવામાં આવશે
જૂનાગઢ જિલ્લા પોલીસ બેન્ડની માંગણી માટે
સંપર્ક નંબર - ૦ર૮પ-ર૬૩૪૭૨૧