પરેડ
જિલ્લાના પોલીસ અધિકારીઓની/કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ, શિસ્ત, ટર્ન આઉટ જળવાઈ રહે તે ઘ્યાને લઈ ખાસ અગત્યની ફરજમાં રોકાયેલ ન હોય તેવા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની (દર સોમવાર-શુક્રવારે) પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની ઉપસ્થિતીમાં દર શુક્રવારે શેરીમોનીયમ પરેડનું આયોજન કરવામાં આવે છે. તેમજ પો.અધિ.શ્રી તથા ના.પો.અધિ.શ્રીનુ વાર્ષીક ઇન્સ. હોય તે દરમ્યાન પણ પરેડનુ આયોન કરવામા આવે છે.
પરેડમાં રનિંગ માર્ચ પાસ્ટ, પીટી રાઇફલ, એક્સરસાઈઝ, વેપન ટ્રેનિંગ, મેપરીડિંગ, ફિલ્ડ, એન્જિનિયરિંગ ફીલ્ડક્રાફટ, કમાન્ડો ઓપરેશનને લગતા ડ્રેમોન્સ્ટ્રેશન, જાપ્તા ડ્યૂટી, ગાર્ડ માઉન્ટિંગ યોગાસનો, અનાર્મ કોમ્બેટ વગેરે વિષયની પ્રેક્ટિસ/જાણકારી આપવામાં આવે છે. તેમજ આધુનિક હથિયારોની તાલીમ પણ આપવામાં આવે છે.