પોલીસ અધિક્ષક, જુનાગઢ |
http://www.spjunagadh.gujarat.gov.in |
પાસપોર્ટ રીસિવિંગ સેંટર |
6/30/2025 8:31:33 AM |
|
પાસપોર્ટ રીસીવીંગ સેન્ટર નંબર
|
|
પોલીસ અધીક્ષકશ્રી જૂનાગઢની કચેરી ખાતે માહે ફેબ્રુઆરી-ર૦૦રથી પાસપોર્ટ અરજી રિસીવિંગ સેન્ટર કાર્યરત થયેલ છે. આ સેન્ટર ડી.પી.એ.સી.સી. જૂનાગઢ ( ડિસ્ટ્રિક્ટ પાસપોર્ટ એપ્લિકેશન કલેકશન સેન્ટર, જૂનાગઢ) તરીકે ઓળખાય છે. જૂનાગઢ જિલ્લામાં રહેતા કોઈ પણ પાસપોર્ટ અરજદાર આ સેન્ટર ખાતે તેઓની પાસપોર્ટ અરજી નિયમાનુસાર તમામ સાધનીક કાગળો સાથે જમા કરાવી શકે છે.
પાસપોર્ટ અરજદારોને પાસપોર્ટ અરજી ફોર્મ સહેલાઈથી નજીકના સ્થળે મળી શકે તે હેતુસર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે પાસપોર્ટ અરજી ફોર્મનું વેચાણ એક ફોર્મના રૂ. ૧૦/- લેખે કરવામાં આવે છે સાથોસાથ આ અંગે માર્ગદર્શક રૂપરેખા પણ તમામ પોલીસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ છે.
|
|
|