કલ્યાણકારી પ્રવૃતિ
જિલ્લા પોલીસ કલ્યાણનિધિ ફંડની સિઘ્ધીઓની વિગતઃ
- અધિક્ષકારી/કર્મચારીઓ માટે દરવર્ષે એક દિવસનો પગાર વસુલ લેવામાં આવે છે અને આ યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ.૧૦,૦૦૦/-નું ચુકવણુ તત્કાલ મર્હુમની વિધવા/બાળકોને ચુકવવામાં આવે છે
- જિલ્લામા મથકે બાર્બર, ધોબી તથા મોચી માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક આધુનિક સુવિધા સાથેનું બાળક્રિડાંગણ પોલીસ લાઈનમાં બનાવવામાં આવેલ છે.
- પો.હેડ કવા. ખાતે રમત ગમતને પ્રોત્સાહન આપવા, અવાર નવાર રમતોનુ આયોજન કરવામાં આવે છે.
- પો.હેડ કવા. ખાતે પોલીસના અધિકારી/ કર્મચારીઓ પોતાની શારીરીક તંદુરસ્તીની સુધારણા માટે યોગ વિગેરેની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
- પો.હેડ કવા. ખાતે નવરાત્રી પર્વનું સુંદર આયોજન કરી ગરબા હરીફાઈ રાખવામાં આવે છે.
- પોલીસ કર્મચારીઓને કોમ્યુટર ખરીદ કરવા માટે લોન આપવામાં આવે છે.
- પોલીસ હેઙ.કવા.ખાતે પોલીસના બાળકોને વીના મુલ્યેખ કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવે છે.
સેન્ટ્રલ પોલીસ કેન્ટીન
મીનીસ્ટ્રી ઓફ હોમ એફેર્સ, ગર્વ.મેન્ટ ઓફ ઇન્ડીયા, સેન્ટ્રલ પોલીસ કેન્ટીન, નવી દિલ્હીના પત્ર ક્રમાંકઃ ડીએ/ વીઆઇઆઇ/સીપીસી/એસપી/૨૦૧૨/૮૮૪૯ તા.૧/૮/૨૦૧૨ થી જુનાગઢ જિલ્લા ખાતે નવી સબ સીડીયરી કેન્ટીન "ગુજરાત પોલીસ કેન્ટીન" ના નામથી શરૂ કરવાની મંજુરી આપવામાં આવેલ આવતા અધિક પોલીસ મહાનિદેશકશ્રી, હથિયારી એકમો, ગુ.રા.ગાંધીનગરના હુકમ ક્રમાંક ઘ/હસબ/વેલ્ફર કેન્ટીન/૩૬૦૮/૧૨ તા.૩/૯/૨૦૧૩ ના હુકમથી કરવામાં આવેલ સુચનોનુસાર જુનાગઢ જીલ્લા ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓ/સીવીલીયન્સ સ્ટાફ/પોલીસ વિભાગના નિવૃત અધીકારી/કર્મચારીઓ તેમજ જુનાગઢ ખાતે ફરજ બજાવતા સીઆઇડી ક્રાઇમ/ઇન્ટેલીજન્સ તથા અન્ય પોલીસ વિભાગની કચેરીના અધિકારી/ કર્મચારીઓ તથા તેમના પરીવારજનોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ તથા ભોતિક ચીજ વસ્તુઓ બજારભાવ કરતા ઓછા ભાવે મળે તે માટે અત્રેના જિલ્લામાં પોલીસ હેડ કવાટર્સ પાસે આવેલ જીમ્નાસ્ટીક હોલના બિલ્ડીંગમાં "ગુજરાત પોલીસ કેન્ટી" જુનાગઢ ની સ્થાપના કરવામાં આવે છે. ગત તા.૭/૩/૨૦૧૪ ના પોલીસ મહાનિરીક્ષકશ્રી, જુનાગઢ વિભાગ, જુનાગઢના વરદહસ્તે આ સબ સીડીયરી કેન્ટીનનું ઉદધાટન કરી, કેન્ટીન શરૂ કરવામાં આવેલ છે.